માનવ અધિકારો અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવા અને દરેક વ્યક્તિને પોતાના મૂળભૂત અધિકારો અંગે માહિતગાર કરવાના ઉદ્દેશ્ય સાથે United for Human Rights International દ્વારા પ્રકાશિત "The Story of Human Rights" પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ઉપસ્થિત મહાનુભાવોને માનવ અધિકારોનું મહત્વ, તેમના સંરક્ષણની આવશ્યકતા અને રોજિંદા જીવનમાં માનવ અધિકારોના પાલન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. પુસ્તક વિતરણનો મુખ્ય હેતુ માનવ અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાનો, માનવ ગૌરવના મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો તથા જવાબદાર અને અધિકાર-સજાગ નાગરિકોના નિર્માણમાં યોગદાન આપવાનો હતો.
આવા જાગૃતિમૂલક સાહિત્ય દ્વારા સમાજમાં માનવ અધિકારો પ્રત્યે સમજ વધે અને દરેક વ્યક્તિ પોતાના અધિકારો સાથે પોતાની ફરજો પ્રત્યે પણ સભાન બને, તેવા પ્રયાસોને વધુ મજબૂતી મળે છે.